Tuesday, 1 March 2011

મારા રામના રખવાળા


મારા રામના રખવાળા

મારા રામના રખવાળા  ઓછા હોય નહિ
એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિ
મારા રામના રખવાળા  ઓછા હોય નહિ

એનુ ઢોલ અગમથી વાગે
અગમ-નિગમની વાણી ભાખે
એજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહિ
મારા રામના રખવાળા ઓછા હોય નહિ

કાયા જ્યારે કરવટ બદલે
પરખાયે એ પગલે પગલે
એજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહિ
મારા રામના રખવાળા હોય નહિ

સુખ દુ:ખના તડકા છાયા
માયામાં મૂંઝાતી કાયા
એજી એના પાપણનાં પલકારા ઓછા હોય નહિ
મારા રામના રખવાળા ઓછા નહિ

મારા રામના રખવાળા  ઓછા હોય નહિ
એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિ
મારા રામના રખવાળા  ઓછા હોય નહિ


No comments:

Post a Comment