Tuesday, 1 March 2011

હું ને મીરા મથુરામાં ગ્યા'તાં


હું ને મીરા મથુરામાં ગ્યા'તાં

મથુરામાં ગ્યા'તાં અમે
ગોકુળિયામાં ગ્યા'તાં
મથુરામાં ગ્યા'તાં
એક વાર હું ને મીરા મથુરામાં ગ્યા'તાં

હાથમાં લાકડિયો હતી
પગમાં ચાખડીયો હતી
પગમાં ચાખડીયો હતી

હાથમાં લાકડિયો હતી
પગમાં ચાખડીયો હતી
પગમાં ચાખડીયો હતી

મંદિરિયાની ઓસરીમાં
મંદિરિયાની ઓસરીમાં
ભજન   કરી  ગ્યા'તાં
મથુરામાં ગ્યા'તાં

એક વાર હું ને મીરા મથુરામાં ગ્યા'તાં

કાળા  કાળા કાન હતા
ગોરી  ગોરી  ગોપિઓ
ગોરી  ગોરી  ગોપિઓ

મોર્યાવાળી બંડી હતી
માથે   કાન  ટોપિઓ
માથે   કાન  ટોપિઓ

રાસ  લીલા  રમવામાં
ભાન   ભૂલી  ગ્યા'તાં
મથુરામાં ગ્યા'તાં

એક વાર હું ને મીરા મથુરામાં ગ્યા'તાં

ભજનોની ધૂમ  હતી
મોહ્યો  હતો ગીતમાં
મોહ્યો  હતો ગીતમાં

મીરા  તો  માધવને
જોતી  હતી ચિત્તમાં
જોતી  હતી ચિત્તમાં

પથરા પણ  મીરાને
સાદ  પૂરી  રિયા'તાં
મથુરામાં ગ્યા'તાં

એક વાર હું ને મીરા મથુરામાં ગ્યા'તાં


No comments:

Post a Comment