Tuesday, 1 March 2011

હે નાથ જોડી હાથ


 હે નાથ જોડી હાથ
હે નાથ  જોડી  હાથ પાયે  પ્રેમથી  સહુ લાગીએ
શરણું મળે સાચું તમારું  એહ  હૃદયથી માંગીએ

જે  જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો
પરમાત્મા    આત્માને   શાંતિ   સાચી આપજો

વળી  કર્મનાં  યોગે  કરી જે કુળમાં  એ અવતરે
ત્યાં પૂર્ણ  પ્રેમે    પ્રભુજી  આપની  ભક્તિ કરે

લક્ષ  ચોરાશી  બંધનોને  લક્ષમાં  લઈ   કાપજો
પરમાત્મા    આત્માને   શાંતિ   સાચી આપજો

સુસંપત્તિ,  સુવિચાર ને  સતકર્મનો  દઈ  વારસો
જન્મો જનમ સતસંગથી  કિરતાર પાર  ઉતારજો

આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો
પરમાત્મા    આત્માને   શાંતિ   સાચી આપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગના  આશા ઉરે એવી નથી
દ્યો  દેહ  દુર્લભ માનવીનો  ભજન કરવા ભાવથી

સાચું  બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે તમ સ્થાપજો
પરમાત્મા    આત્માને   શાંતિ   સાચી આપજો
         
રચનાઃ શ્રી મોટા

No comments:

Post a Comment